This blog has given various information useful for GSEB schools and competitive exams.

Breking News

"(1) GSEB STD-9/10 First School's Exam Start on Date-14/10/2019 To At 21/10/2019 (2) GSEB STD-11/12 (All Stream) First School's Exam Start on Date-14/10/2019 To At 21/10/2019 (3) For STD 10/12 (All Stream) Purak Parixa.Please, See 'Latest News' on the right side of the blog.– By HARI PATEL"

Post Top Ad

Your Ad Spot

Uchhinu Maganarao | STD 12 | ઉછીનું માગનારાઓ

Uchhinu Maganarao Hetulaxi Quiz-006

1. ‘ઉછીનું માગનારાઓ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠનો સાહિત્યપ્રકાર હાસ્યનિબંધ છે.
2. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક કોણ છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક નટવરલાલ પ્રભુલાલ બૂચ છે.
3. નટવરલાલ બૂચનો જન્મ ક્યાં થયો હતો ?
* નટવરલાલ બૂચનો જન્મ ગોંડલમાં થયો હતો.
4. ‘ઉછીનું માગનારાઓ’ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠ ‘રામરોટી બીજી’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.
5. ‘ઉછીનું માગનારાઓ’  પાઠના  લેખકને  ગુજરાતી  સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક મળ્યું છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક નટવરલાલ બૂચને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક’ મળ્યું છે.
6. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને કયો એવોર્ડ મળ્યો છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને ‘દર્શક’ એવોર્ડ મળ્યો છે.
7. નટવરલાલ બૂચ કઇ સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષક તરીકે રહ્યા હતા ?
* નટવરલાલ બૂચ દક્ષિણામૂર્તિ, ઘરશાળા  અને  ગ્રામદક્ષિણામૂર્તિ અંબાલા સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષક તરીકે રહ્યા હતા.
8. લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે ?
* લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી પણ યાચકવૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે.
9. જગતમાં કયો દ્વન્દ્વ અનુભવાય છે ?
* જગતમાં શોષક-શોષિતનો દ્વન્દ્વ અનુભવાય છે.
10. ઉછીનું માગનારાઓની નજર કેવી હોય છે ?
* ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે.
11. ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુ ભાંગેતૂટે ત્યારે કોનો દોષ કાઢે છે ?
* ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુ ભાંગેતૂટે ત્યારે વસ્તુનો અથવા ઉછીની વસ્તુ આપનારનો દોષ કાઢે છે.
12. લેખકના મતે ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી કેમ વાપરે છે ?
* લેખકના મતે ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે કારણ કે તે વસ્તુઓ તેમની હોતી નથી.
13. લવંગીબહેન પાત્ર કયા પાઠમાં આવે છે ?
* લવંગીબહેન પાત્ર ‘ઉછીનું માગનારાઓ’ પાઠમાં આવે છે.
14. ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી ?
* ઉછીનું માંગનારમાં કઇ વસ્તુ મંગાય અને કઇ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી.
15. ઉછી ડોશીએ વૈધ પાસે શી માંગણી કરી ?
* ઉછી ડોશીએ વૈધ પાસે બે વરસની આવરદા ઉછીની આપવાની માંગણી કરી.
16. ઉછી ડોશી ફરી વાર માંદા પડ્યા ત્યારે કેમ કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહિ ?
* ઉછી ડોશી ફરી વાર માંદા પડ્યા ત્યારે રખે ડોશી આવરદા ઉછીની માંગે એ કારણથી કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહિ.
17.‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને કયા એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક નટવરલાલ બૂચને દર્શક ફાઉન્ડેશન તરફ્થી ‘દર્શક’ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

No comments:

GSEB STD 10 Science New Style Paper 2019-2020

According to the new style of Science subject of Standard 10 implemented from June -2019-20, click below to download pdf format Paper of...

Post Botom AD

"Teach With Teacher.Com is The Educational Blog for GSEB Schools and All competitive Exams – By HARI PATEL (Ex. Principal) "